નવી દિલ્હી: કોરોનાનો કેર દિલ્હીમાં સતત ચાલુ જ છે. તેમાં કોઈ કમી આવી રહી નથી. 20 એપ્રિલ બાદ દેશના અનેક રાજ્યોમાં લોકડાઉનને લઈને થોડી ઢીલ આપવાની વાત હતી પરંતુ દિલ્હીમાં 3 મે સુધી કડકાઈથી તેનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. કારણ પણ યોગ્ય છે. અહીં દર એક બે દિવસમાં મોટી સંખ્યામાં પોઝિટિવ લોકો જોવા મળી રહ્યાં છે. ગુરુવારે ફરીથી દિલ્હીમાં મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ લોકો જોવા મળ્યાં. જહાંગીરપુરીમાં H બ્લોકમાં એક જ ગલીમાં 46 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યાં છે. 46 લોકો કોરોના પોઝિટિવ આવ્યાં બાદ વિસ્તારને સંપૂર્ણ રીતે સીલ કરી દેવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે દેશમાં કોરોનાના હાલ 21700 કેસ છે. જ્યારે 686 લોકોના મોત થયા છે. 4325 લોકો સાજા થઈને ઘરે ગયા છે. આ બાજુ દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં ગુરુવારે કોરોનાના 128 વધુ કેસ જોવા મળ્યાં અને પોઝિટિવ કેસનો આંકડો હવે 2376 પર પહોંચ્યો છે. જેમાંથી 50 લોકોના મોત થયા છે અને 808 લોકો સાજા થયા છે. 


તુગલકાબાદમાં પણ આવ્યાં હતાં અનેક કેસ
આ અગાઉ દિલ્હીના તુગલકાબાદ એક્સટેન્શનમાં પણ બલ્કમાં પોઝિટિવ કેસ આમે આવ્યાં હતાં. અહીં 35 લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યાં બાદ હડકંપ મચી ગયો હતો. આ વિસ્તારથી કોરોનાના 3 કેસ પહેલા પણ આવ્યાં હતાં. ત્યારબાદ આ વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો હતો. પછી અનેક લોકોની તપાસ હાથ ધાઈ તો બધા કેસ પોઝિટિવ નીકળ્યા હતાં. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube